આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2\, kg$ દળ ધરાવતા પદાર્થને $AB$ દોરી વડે લટકાવેલ છે. $2\, kg$ દળના બીજા છેડે તે જ પ્રકારની દોરી $CD$ બાંધેલી છે. નીચેની દોરીને આંચકા સાથે ખેંચવામાં આવે તો શું થાય ?
જ્યારે નીચેની દોરી $CD$ને આંચકા સાથે બેંચવામાં આવે ત્યારે $CD$ દોરી તૂટી જશે કારણ કે $CD$ પરનું બાહ્યબળ (આંચકા વડે લાગતું બળ) તત્કાલ $AB$ દોરીમાં પ્રસરતું નથી.
$m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
[$\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819$ $\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]$
એક $Mg$ વજનને એક દોરીનાં મધ્યમાં લટકાવવામાં આવ્યું છે જેના છેડાઓ સમાન સ્તર પર છે. દોરી હવે સમક્ષિતિજ નથી. દોરીને સંપૂર્ણપણે સીધી કરવાં માટે જરરી લઘુત્તમ તણાવ બળ છે.
“ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના સરવાળાનું પરિણામી બળ શૂન્ય થાય છે.” આ વિધાન સાચું છે કે ખોટું ?
$\theta $ કોણ ઢાળ પર પડેલા $m$ દળનું લંબ બળ કેટલું ?